ચાર દિવસ પહેલા લાકડીયા ગામે થયેલ મેલડી માતાજીના મંદીર ચોરીનો ભેદ ઉકેલી ચાંદીના નાના મોટા સતર નંગ-૩૪ કિ.રૂ.૬૦,૦૦૦/- તથા રોકડ રૂપિયા રૂ.૧૧,૧૯૦/- તથા મોટર સાયકલ મળી કુલ કિ.રૂ.૮૬,૧૯૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પડતી લોકલ ક્રાઇમ બ્રાંચ ભાવનગર

ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર વિસ્તારમાં મિલ્કતસ બંધી અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફના માણસો મહુવા પો.સ્ટે. વિસ્તાનરમાં મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન મહુવા સોની બજારમાં પીરની દરગાહ પાસે અવાતા ભાદ્રોડ ઝાંપા બાજુથી એક હીરો હોન્ડા કંપનીનું પેશન મોટર સાયકલ ઉપર એક જણા નિકળતા તેઓને રોકી ચેક કરતા મોટર સાયકલની સાઇડ ટીંગાડલ એક કાપડની થેલીમાં ચાંદીના સતર લઇને મળી આવતા જે ચાંદીના સતર બાબતે પુછપરછ કરતા કોઇ સંતોષ કારક જવાબ આપેલ નહી. જેથી પંચોના માણસોને બોલાવી મો.સા.ચાલકનુ નામઠામ પુછતા રમેશભાઇ જીવાભાઇ પરમાર ઉ.વ.૪૨ ધંધો-મજુરી રહે. માળવાવ,પાણીના અવેડાની સામે તા.મહુવા, જી.ભાવનગર વાળો જી.ભાવનગર વાળો હોવાનુ જણાવેલ અને મોટર સાયકલની સાઇડ ટીંગાડલ એક કાપડની નાકાવાળી થેલીમાં ચાંદીના નાના મોટા સતર નંગ-૩૪ બાબતે મજકુર ઇસમને અમો પંચો રૂબરૂ પુછપરછ કરતા કોઇ સંતોષ કારક જવાબ આપેલ નહી અને મજકુર ઇસમ ફર્યુ ફર્યુ બોલવા લાગતા ઇસમ તાજેતરમાં લાકડીયા ગામે મેલડી માતાજીના મંદીરે તથા તળાજા ઉગતા પોરની મેલડી માતાજીના મંદીરે થયેલ ચોરી બાબતે પુછપરછ કરતા મજકુર ઇસમએ જાણવેલ કે‘‘ગઇ તા.૦૪/૦૯/૨૦૨૦ ના રોજ દિવસે બપોરના બે વાગ્યે લાકડીયા ગામે મેલડી માતાજીના મંદીરે તથા જુદાજુદા મંદીરોમાં ચોરીઓ કરેલાની કબુલાત કરેલ છે.એક હીરો હોન્ડા કંપનીનું પેશન મો.સા. જેના જેના એન્જીનંબર જોતા-03K08M04982 તથા ચેસીસ નંબર-03K9604161ની કિ.રૂ ૧૫,૦૦૦/- તથા ચાંદીના નાના મોટા સતર નંગ-૩૪ કિ.રૂ.૬૦,૦૦૦/-તેમજ રોકડ રૂપિયા-૧૧,૧૯૦/- મળી કુલ કિ.રૂ.૮૬,૧૯૦/- ગણી સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે. મજકુર ઇસમને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)(ડી) મુજબ ધોરણસર અટક કરેલ છે. જે અંગે તળાજા પો.સ્ટે. ખાતે ખાત્રી કરતા ઉપરોક્ત ચોરીનો તળાજા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૮૦૫૨૩૨૦૦૬૯૪/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૪૫૪,૩૮૦ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જેથી મજકુર આરોપીને મહુવા પો.સ્ટે. ખાતે આગળની કાર્યવાહી માટે સોપી આપેલ છે. આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. હે.કોન્સ. જે.આર.આહિર તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા નરેશભાઇ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા.
રીપોર્ટર:-ધર્મેશ મહેતા મહુવા