પાટખીલોરીમાં પગ સરકી પડતાં પાણીના ખાડામાં 2 બાળક ડૂબી ગયા, 1નું મૃત્યુ

ગોંડલ શહેર તાલુકા પંથકમાં વ્યાપક પ્રમાણમાં પરપ્રાંતિય મજૂરો ખેત મજૂરી માટે આવીને જીવન ગુજરતા હતા, ત્યારે તાલુકાના પાટ ખીલોરી ગામે ધીરુભાઈ ખાતરાની વાડીએ રમેશભાઈ રાવત અને રમેશભાઈ બામણા શ્રમિક પરિવાર રહી ખેત મજૂરી કરતા હોય દરમિયાન બપોરના સુમારે રાહુલ રમેશભાઈ રાવત ઉંમર વર્ષ ૮ અને જ્યોતિ રમેશભાઈ બામણા ઉંમર વર્ષ ૮ પાણી ભરેલા ખાડામાં પડી ચકચાર મચી જવા પામી હતી. જેની જાણ બાલાભાઈ આસોદરીયાને થતા તેઓએ તુરંત જ પાણીમાં ઝંપલાવી માસુમ બાળકોને બહાર કાઢ્યા હતા. આ દરમિયાન રાહુલ મોતને ભેટી ચૂક્યો હતો જ્યારે જ્યોતિનો બચી ગઇ હતી. ઘટનાની જાણ ગામમાં વાયુવેગે પ્રસરી જવા પામી હતી ગામના સરપંચ હંસાબેન જગદીશભાઈ લુણાગરિયા સહિતનાઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તાલુકા પોલીસને જાણ કરી મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો.