ચરડવા પાસે રીક્ષામાંથી વિદેશી શરાબ પકડાયો

વઢવાણ: ચરાડવા ગામની નર્મદા કેનાલ પાસે મોરબી રોડ પર 2 ઇસમો રિક્ષામાં ઇંગ્લિશ શરાબ હેરાફેરી કરતા હતા ત્યારે ભારતીય બનાવટની પરપ્રાંતીય બોટલ નંગ 50 કિંમત રૂપિયા 15000 રીક્ષા ની કિંમત રૂપિયા 60000કુલ મળી ને રૂપિયા75 000 હજાર નોમુદ્દામાલ જપ્ત કરીને બે શખ્સોએ ને જબ્બે કર્યા હતા.
જેમાં હાલ મોરબી માં રહેતા અને હાલ હળવદ તાલુકાના શિરોઈ ગામના દિગ્વિજય સિંહ અનિરુદ્ધસિંહ જાડેજા મોરબીના ઉચીમાંડલ ગામના ક્રિપાલસિહ વજુભાઈ પરમાર બંને શખ્સોની ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આમ ચરાડવા વિસ્તારોમાં ઈંગ્લીશ દારૂ ના દરોડા પડતા અન્ય બૂટલેગરોમાં ભયનો માહોલ ઊભો થયો હતો.