વડીયાનાં દેવળકી ગામે કિશોરનું હોજમાં ડૂબી જવાથી મોત નીપજયું

અમરેલી: વડીયા તાલુકાના દેવળકી ગામના રહેવાસી જય ચંદુભાઈ હીરપરા નામના 17 વર્ષીય તરૂણ પાણીના હોજમાં નહાવા ગયેલ હતો અને હોજમાં ધુબાકો મારતા પાણી ઉંડુ હોય, અને તરતા પણ આવડતું ન હોય ડૂબી જવાથી તેમનું મોત નિપજયાનું વડીયા પોલીસમાં જાહેર થયેલ છે.