જખૌ જૂથ ગ્રામ પંચાયતમાં મનરેગા તેમજ અન્ય વિકાસ કામોમાં સરકારી નાણાંની ઉચાપત અને ભ્રષ્ટાચાર બાબતે ફરિયાદ નોંધાઈ

જખૌ જૂથ ગ્રામ પંચાયત માં મનરેગા તેમજ અન્ય વિકાસ કામો માં સરકારી નાણાં ની ઉચાપત અને ભ્રષ્ટાચાર બાબતે ફરિયાદ થઈ છે. થયેલ ફરિયાદ માં તાલુકા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિ સાહેબ અને નાયબ તાલુકા વિકાસ અધિકારી પંડ્યા સાહેબ ની સંડોવણી આવતા, તેઓ દ્વારા ભુજ ની સેશન્સ કોર્ટ માં આગોતરા જામીન માટે અરજી  તા :- 05/09 ના રોજ કરવામાં આવેલ, અરજી અનુસંધાને સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવેલ સૂચના મુજબ તપાસનીશ અધિકારી શ્રી નલિયા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર દ્વારા કેસ ને લગતા કાગળો રજૂ રજૂ કરવામાં આવ્યા નહિ. તેમજ તેમજ કોર્ટ દ્વારા કરવામાં આવેલ પ્રશ્નોના જવાબ અને ડીજીપી સાહેબ શ્રી ની કચેરીએ થી કેસને લગતા કાગળોની તપાસનીશ અધિકારી દ્વારા કોર્ટ માં રજુ ન કરાતાં, તેમજ આરોપીઓ સામે સામગ્રી રજૂ કરવા માટે સમય માગતો હોવાથી ભુજ સેશન્સ કોર્ટ ના માનનીય જજ સાહેબ શ્રી દ્વારા સુનાવણી અર્થે તા :- 29/09 આપેલ અને ત્યાં સુધી આરોપીઓ ની ધરપકડ ન કરવા તારીખ 09/09 ના રોજ આદેશ કરેલ છે.