માધાપરમાં 90 હજારના શરાબ સાથે પોલીસ પુત્ર ઝડપાયો

માધાપરમાં LCBએ મંગળવારે પરોઢે મળતી બાબતીના આધારે ભુજના નામચીન શખ્સ એવા પોલીસ પુત્રને 90 હજારના શરાબના જથ્થા સાથે પકડી પાડ્યો હતો. શરાબની બોટલો આપનાર અંજારના શખ્સનું નામ આવ્યું હતું બહાર. પોલીસે મુદામાલ સાથે શાખને બી ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો. મળતી માહિતી અનુસાર લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ભુજની જુની રાવલવાડીમાં રહેતા પોલીસ પુત્ર ભગીરથસિંહ ઉર્ફે કુલદીપસિંહ લખપતસિંહ ઝાલાને કારમાં 240 વિદેશી શરાબની બોટલનો જથ્થો લઇ જતાં વર્ધમાનનગરથી માધાપર અંદરના રસ્તા પરથી ઝડપી પાડ્યો હતો. તેના કબજામાંથી 90 હજારની કિંમતના દારૂ અને એક લાખની કાર તેમજ પાંચ હજારનો મોબાઇલ સહિતનો મુદામાલ કબજે કરી શખ્સની પુછતાછ કરતાં આ શરાબનો જથ્થો અંજારના એકતાનગરના શેખ ફળિયામાં રહેતા જાફરશા મામદશા શેેખ પાસેથી લાવ્યો હોવાનું જણાવતાં શખ્સ પોલીસ પુત્રને મુદામાલ સાથે બી ડિવિઝન પોલીસ મથકમાં સોંપી બન્ને શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી.