ભુજમાંથી સ્કુટરની ચોરી કરનાર ઈસમ દેવપર પાસેથી પકડાયો

ભુજના ભાનુશાલીનગર પાસેથી સોમવારે ચોરાયેલા સ્કુટરની ચોરી કરી લઇને જતા ચોરને નખત્રાણાના દેવપર પાસેથી GRDના જવાનોએ પકડી પાડી ને પોલીસને સુપ્રત કર્યો હતો. તપાસમાં ભુજના દિવ્યરાજસિંહ જગદીશસિંહ ઝાલાએ પોતાના ઍક્સેસ સ્કૂટરની ચોરી સોમવારે રાત્રે થઈ હોવાની ફરિયાદ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી તે ચોરી ડીટેક્ટ થતાં પોલીસે પોતાની સીધી બતાવી હતી. જ્યારે આ કેસમાં ચોરને પકડનારા જીઆરડીના જવાનોનો પ્રેસનોટમાં કોઇ જ ઉલેખ કર્યો ન હતો. રાત્રીના દોઢ વાગ્યે પેટ્રોલીંગમાં રહેલા જુવાનસિંહ પઢીયાર,.બળવતસિંહ જાડેજા, રમેશ જોગી સહિત જીઆરડી જવાનોએ એક શંકાસ્પદ શખ્સને એક્સેસ સ્કુટર સાથે પકડી નખત્રાણા પોલીસને સુપરત કર્યો પકડાયેલા ઈસમની પુછતાછમાં તે નખત્રાણા તાલુકાના જીયાપર ગામનો સંજય મોહનભાઇ કોલી (ઉ.વ.23) હોવાનું અને તેની પાસે રહેલા સ્કુટર તેણે ભુજના ભાનુશાલીનગર પાસે આર.કે.પાન સેન્ટર નજીકથી ચોરી કરી હોવાનું પોલીસને કહ્યું હતું.