કુકમામાં શરાબના ટસલમાં થયેલી હત્યાનો ત્રીજો શખ્સ પોલીસના સકંજામાં

મળતી માહિતી મુજબ: ગત સપ્તાહે મોટી રેલડીના 2 યુવાન પર કુકમા નજીક હુમલો કરી નાના ભાઇની હત્યા કરી હતી. મૃતકના સબંધીએ 3 ઇસમો વિરુદ્ધ ફોજદારી નોંધાવી હતી. હત્યા કેસના બે ઇસમોની અટક કરી હતી અને બંનેને ચઢામણી કરનાર ભુજનો ત્રીજા યુવક પોલીસે મંગળવારે રાત્રે અટક કરી છે.

ભુજનો શોકતઅલી ઉર્ફે અભલો બરકતઅલી પઠાણ તેમજ કુકમાનો ઉમર સુમાર બાફણ (રહે. કુકમા)વાળાએ મોટી રેલીના 2 યુવાન પર કુકમા ગામે છરીથી હુમલો કરી નાના ભાઇ આઝાદ હુશેન ક્કલનું મોત નિપજાવ્યું હતું. અકબર ઉર્ફે અકલો અબ્દુલ મ્યાત્રા (રહે. ભુજ)વાળાની ચઢામણીથી બંને જણે હુમલો કર્યો હોવાની ફોજદારી નોંધાવાઇ હતી. અકબરની સોમવારે પદ્ધર પોલીસે અટકાયત કરી કોરોનનો રરિપોર્ટ કરાવ્યો હતો જે મંગળવારે રાત્રે નેગેટીવ આવતા તેની અટક કરાઇ હતી.