કોરોના વાયરસના 19 નવા પોઝિટિવ કેસ, વધુ 1 દર્દીનું થયું મોત

ભુજ : જિલ્લામાં કોરોના વાયરસના 19 નવા કેસ આવ્યા બહાર કેસમા ઉતાર-ચડાવના દોર વચ્ચે આ મહામારીએ હજુ વિરામ લેવાનો નામ લેતી નથી. જિલ્લામાં આજે 19 નવા કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 1656 પર પહોંચ્યો છે તો સત્તાવાર રીતે વધુ એક દર્દી મોતને ભેટયો છે. આજે નોંધાયેલા 19 કેસમાં શહેરી વિસ્તારમાં 12 અને ગ્રામ્ય વિસ્તારમાં 7 કેસ નોંધાયા હતા. સર્વાધિક કેસ રાપર શહેર વિસ્તારમાં નોંધાવા પામ્યા હતા.કોરોના કેસ પ્રકાશમાં આવતાં આરોગ્ય વિભાગ દ્વારા આવશ્યક એવા તકેદારીનાં પગલાં ભરવામાં આવ્યાં હતાં.દરમિયાન તાજેતરમાં જેને કોવિડ હોસ્પિટલની મંજૂરી મળી એ ભુજની સેન્ટ્રલ હોસ્પિટલમાં પાંચ દિવસની સારવાર બાદ દર્દી સાજા થતાં તેને રજા અપાયાનું તબીબ ડો. દીપક આહીરે આપેલી વિગતમાં જણાવાયું હતું.તંત્રના ચોપડે મૃતાંક પંચાવન પર તો એકિટવ કેસની સંખ્યા 300 પર આવીને અટકી હોવાનું જિલ્લા તંત્રે પાઠવેલી યાદીમાં જણાવાયું હતું.આ તરફ આર..ટી.ઓ.માં વધુ એક કર્મી સંક્રમિત થતાં અહીં નોંધાયેલા કેસનો આંક 1પ પર પહોંચ્યો છે. આ સાથે હવે આર.ટી.ઓ. કચેરીની કામગીરીનો ભાર હવે આંગળીના વેઢે ગણાય તેટલા પ-6 કર્મચારીઓ પર આવી ગયો છે.’