કરછ ICDS શાખા માં આઉટ સોર્સ/કરાર આધારિત ભારતીમાં ગેરરીતિ મામલે એક જાગૃત નાગરિક દ્વારા PG Portal અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી

મહિલા અને બાળ વિકાસ વિભાગ કરછ (ICDS) માં આઉટ સોર્સ/કરાર આધારિત ભરતીમાં ગેરરીતિ મામલે એક જાગૃત નાગરિક દ્વારા PG Portal અને ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તેમજ કમિશનર વ સચિવ શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ અને વિકાસ કમિશનર સાહેબ ને લેખિત અરજી કરેલ છે. અરજીમાં જણાવ્યા મુજબ કચ્છ જિલ્લા ના સ્ટાફ દ્વારા ભારતીમાં પોતાના સગા સંબધીઓને લગાડીને કરછ ICDS શાખાને પરિવાર વાદ નું કેન્દ્રીય બિંદુ બનાવી દીધેલ છે. અરજી માં જણાવ્યા મુજબ ઠરાવ અનુસાર આપેલ શરતો ને આધીન ઓછામાં ઓછો બે વર્ષ નું અનુભવ માંગવામાં આવે છે, મોટા ભાગના ભારતી થયેલ ઉમેદવારો પાસે અનુભવનું પ્રમાણપત્ર કે ઠરાવ અનુસાર લાયકાત ધરાવતા નથી તેમ છતાં તેઓને જોઈનિંગ લેટર આપી દેવામાં આવ્યો છે. ગેરરીતિમાં લગભગ 50 થી વધારે જગ્યાઓ પર સંબધીઓને લગાડવામાં આવીને હોદ્દા ઓ નું દૂર ઉપયોગ કરવામાં આવેલ છે. આ ભારતીમાં આઉટ સોર્સ એજન્સી સિયા એન્ટર પ્રાઇઝ પણ સામેલ છે. શરતો મુજબ ઉમેદવારના ડોક્યુમેન્ટ ચેક કર્યા વગર તેમજ વેરીફાઈ કર્યા વગર તેઓને જોઈનિંગ લિટર આપી દેવાયેલ છે. ભારતીઅંગેની જાહેરાત પણ આપવામાં આવેલ નથી. તે બાબત મુજબ ની ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવેલ છે.