જામનગરના 2 ઇસમો ચોરાઉ એકસેસ સાથે પકડાયા

જામનગર પંથકના 2 ઇસમોને ક્રાઇમ બ્રાંચની ટીમે ચોરાઉ એકસેસ સાથે પકડી પાડ્યા હતા. પુછપરછમાં અન્ય બેના નામ ખુલતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ક્રાઇમ બ્રાંચ પીઆઇ વી.કે.ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી.એમ.ધાખડા તથા ટીમ પેટ્રોલીંગમાં હતી.

દરમિયાન કોન્સ્ટેબલ નગીનભાઇ ડાંગર તથા અમીત અગ્રવાતને મળેલી બાતમીના આધારે જોડીયાના હડીયાણા ગામે રહેતા રાજેશ ઉર્ફે રાજુ બાબુભાઇ મકવાણા (ઉ.વ.24), તથા દિવ્યેશ ઉર્ફે દિવો પીઠાભાઇ મકવાણા (ઉ.વ.22)ને ચોરાઉ એકસેસ સાથે પકડી પાડ્યા હતા. તેમની પુછપરછમાં મુખ્ય સુત્રધાર તરીકે જામનગરના રાહુલ ઉર્ફે મનોજ ચૌહાણ તથા પારસ ઠાકોરના નામ ખુલતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.