અંજારની મોબાઇલ શોપમાંથી તસ્કરોએ ૧૦ લાખની ચોરીને અંજામ આપ્યો

અંજારના તૂરીયાવાડ વિસ્તારમાં આવેલી એક મોબાઇલની દુકાનને ચોરોએ નિશાન બનાવી હતી અને મોંઘા મોબાઈલો સહિત એસેસિરિઝ તેમજ રિપેરીંગમાં આવેલા મોબાઈલો સહિત અંદાજિત ૧૦ લાખ જેટલો મુદ્દામાલ ઉપરાંત સીસીટીવી કેમેરાની ડીવીઆરની પણ ચોરી કરી જતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. તો બીજો તરફ ઘટના સંદર્ભે પોલીસે આસપાસના સીસીટીવી ફટેજ તપાસવાની કામગીરી હાથ ધરી હતી પરંતુ આસપાસની દુકાનોમાં આવેલા કેમેરાઓ બધં હાલતમાં હોતા પોલીસને ચોરોની કોઈ જ ભાડ મળી ન હતી.આ અંગે તૂરીયાવાડમાં આવેલી ફોનહોલિક નામની મોબાઇલની દુકાનધારક પ્રણવ કોડરાણીએ વિગતો આપતા જણાવ્યું હતું કે રવિવારની રાત્રે અંદાજિત ૨–૩૦થી ૪ વાગ્યાની વચ્ચે ચોરોએ તસ્કરીના બનાવને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં ઉમેરતા તેમણે જણાવ્યું હતું કે તેમની દુકાનમાં રૂ. ૮,૭૯,૦૦૦ના નવા મોબાઈલો તેમજ એસેસરીઝ સહિત કુલ રૂ. ૯,૦૦,૦૦૦ જેટલો મુદ્દામાલ હતો. એ ઉપરાંત રિપેરીંગમાં આવેલા મોબાઈલો પણ ચોરી ઉઠાવી ગયા હતા. જેથી અંદાજિત રૂ.૧૦,૦૦,૦૦૦ જેટલા મુદ્દામાલની ચોરી કરી જવામાં આવી હતી. આ ઉપરાંત ચોરોએ પોતાની ઓળખ છુપાવવા દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાની ડીવીઆર પણ સાથે લઈ ગયા હતા.