ભુજમાં પત્ની રિસામણે જતાં પતિએ ગળે ફાંસો ખાઇ લીધો

ભુજના આશાપુરા મંદિર પાસે આવેલા સવાયા ફળિયામાં રહેતા યુવાનની પત્ની રિસામણે હોવાથી માનસિક રીતે ચિંતામાં હોઇ પોતાના ઘરે એન્ગલમાં કપડું બાંધી ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી.હતભાગીની પત્ની રીસામણે હોતા યુવાન માનસિક ચિંતામાં હોતા તેણે આ પગલું ભયુ હતું. જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ હતી.