આજથી શરૂ થતાં નવરાત્રીની શુભકમના.. નવરાત્રીમાં શા માટે અને કોની પૂજા કરવામાં આવે છે…?

…જય માં દુર્ગા…

આજથી નવરાત્રિ શરૂ થઈ ગયેલ છે. દર વર્ષે લોકોને નવરાત્રિમાં રમવા માટે પેલેથી ઉત્સાહહોય છે. તેના માટે પ્રેક્ટિસ અગાઉ શરૂ કરી નાખે છે. પરંતુ આ વર્ષે નવરાત્રિ રમવામાં આવશે નહીં.તથા માં આશાપુરા તથા પાવાગઢવારી માં ના મંદિર નવરાત્રિ દરમ્યાન બંધ રાખવામા આવ્યા છે.આ વખતે દર્શન નહીં થાય પરંતુ આરતી કરવા માટે જાહેરનામા પ્રમાણે છૂટ આપવામાં આવી છે.

નાની છોકરીઓના મનમાં દ્વેષ હોતું નથી તેમનું મન પ્રેમ અને દયાભાવ હોય છે એટલા માટે તેમને નવરાત્રિ દરમ્યાન જમાડવામાં આવે છે. અને તેમણે ભેટ-સોગાદો પણ આપવામાં આવે છે. નાની કન્યાઓને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. 2 થી 10 વર્ષની કન્યાઓને નવરાત્રિમાં પૂજા કરવામાં આવે છે. ઉંમર પ્રમાણે નાની બાળકીઓને અલગ-અલગ દેવીઓનું સ્વરૂપ માનવામાં આવે છે. આ સ્વરૂપમાં માનવમાં આવે છે કે 2 વર્ષની કન્યામાં કુમારિકાનો વાસ, 3 વર્ષની કન્યા ત્રિમૂર્તિ, 4 વર્ષની કલ્યાણી, 5 વર્ષની રોહિણી, 6 વર્ષની કાલિકા, 7 વર્ષની ચંડિકા, 8 વર્ષની સાંભવી, 9 વર્ષની દુર્ગા અને 10 વર્ષની કન્યા સુભદ્રા તરીકે વાસના પામે છે.

હિંદુ પંચાંગ પ્રમાણે એક વર્ષમાં ચાર નવરાત્રિઓ આવતી હોય છે. નવરાત્રિ બે ઋતુઓના સંધિકાળમાં શરૂ થાય છે. સંધિકાળ એટલે એક ઋતુના પૂર્ણ થવા અને બીજી ઋતુના આવવાનો સમય. બે નવરાત્રિ સામાન્ય અને બે ગુપ્ત હોય છે. ચૈત્ર મહિના અને આસો મહિનાની સામાન્ય નવરાત્રિ હોય છે જ્યારે માહ અને અષાઢમાં આવતી નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ હોય છે. હાલ વર્ષા ઋતુના જવાનો સમય અને શીત ઋતુ શરૂ થઇ રહી છે. તેના કારણે કેટલીક બીમારીઓથી પણ બચી શકીએ છીયે .પ્રતિકારાત્મ રોગો સામે રક્ષણ મેળવી શકાય છે.લોકો ધાર્મિકરીતિ માનતા હોય છે એટલા માટે ઉપવાસ-વ્રત દ્વારા શરીરની સારર-સંભાળ રાખવામા આવે છે.

હવે જોઇયે તો માં દુર્ગાનો અવતાર કેવી રીતે થયું તો દેવીએ મહિષાસુરનો વધ કરવા માટે માં દુર્ગાનું સ્વરૂપ લીધું હતું. દુર્ગા સપ્તશતીમાં વાર્તા પ્રમાણે મહિષાસુર નામના અસુરે સ્વર્ગ ઉપર અધિકાર કરી લીધો અને બધા દેવતાઓને ત્યાંથી ભગાડી દીધાં. મહિષનો અર્થ ભેંસ થાય છે. અર્થાત મહિષાસુર પોતાની ઇચ્છા પ્રમાણે ભેંસનું સ્વરૂપ ધારણ કરી શકતો હતો. તેણે બ્રહ્માજીને પ્રસન્ન કરીને વરદાન પ્રાપ્ત કર્યું હતું કે કોઇ પણ દેવતા અને દાનવ તેને પરાજિત કરી શકશે નહીં.તેનો વધ કરવા માટે બધા દેવતા મળીને પણ મહિષાસુરનો સામનો કરી શક્યા નહીં. ત્યારે તેઓ શિવજી અને વિષ્ણુજી પાસે પહોંચ્યાં. પરંતુ બ્રહ્માજીના વરદાનના કારણે ભગવાન શિવ અને વિષ્ણુ પણ મહિષાસુરનો વધ કરી શક્યાં નહીં. ત્યારે બધા દેવતાઓના તેજથી માં દેવી દુર્ગા પ્રકટ થયાં.

શિવના તેજથી મુખ, યમરાજના તેજથી વાળ, વિષ્ણુજી દ્વારા હાથ, ચંદ્રથી વક્ષસ્થળ, સૂર્યથી પગની આંગળીઓ, કુબેરથી નાક, પ્રજાપતિથી દાંત, અગ્નિથી ત્રણેય નેત્ર, સંધ્યાથી ભૃકુટિ અને વાયુથી કાનની ઉત્પત્તિ થઇ. આ બધા અંગ ભેગા કરીને દેવતાઓએ દેવીને પોત-પોતાની શક્તિઓ આપી માં દેવીને પ્રકટ કર્યા. ભગવાન શિવજીએ ત્રિશૂળ આપ્યું. અગ્નિદેવે પોતાની શક્તિ દેવીને પ્રદાન કરી, ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર, વરૂણદેવે શંખ, પવનદેવે ધનુષ અને બાણ, દેવરાજ ઇન્દ્રએ વજ્રને ઘંટ, યમરાજે કાલદંડ ભેટ આપ્યું તથા પ્રજાપતિ દક્ષે સ્ફટિકની માળા, બ્રહ્માજીએ કમંડળ, સૂર્યદેવે પોતાનું તેજ પ્રદાન કર્યું. સમુદ્રદેવે આભૂષણ ભેટ કર્યાં.સરોવરે ક્યારેય ન કરમાયે તેવી માળા, કુબેરદેવે મધથી ભરેલું પાત્ર, પર્વતરાજ હિમાલયે સવારી કરવા માટે સિંહ ભેટ કર્યાં. દેવતાઓ દ્વારા મળેલી આ શક્તિઓથી દુર્ગાજીએ મહિષાસુરનો વધ કર્યો હતો. મહિષાસુરનો વધ કરવાના કારણે દેવીને મહિષાસુરમાર્દિની કહેવામાં આવે છે.

હિન્દુ ધર્મમાં વિધીથી માં દુર્ગની પુજા કરવામાં આવે છે. અને ગરબને નવ દિવસ સુધી ગરબાને પૂજવામાં આવે છે. ગરબામાં ઘઉં થવા મગ અને ઘીના દીવા નીચે એક રૂપિયાનો સિક્કો રાખીને તેને પ્રોઠ અને સાંજે આરતીના સમયે એમ બે વખત તેની આરતી કરી દીવો પ્રગટાવવામાં આવે છે. 9માં દિવસે તેને પ્રગટાવીને તળાવ કે જ્યાં પાણી હોય ત્યાં તેનું વિસર્જન કરવામાં આવે છે.