હમીરસરમાં માછલીઓનું પ્રમાણ વધારવા મુખ્ય અધિકારીને રજૂઆત

આ વર્ષે વરસાદે ભુજમાં ધમાકેદાર એન્ટ્રી લીધી હતી જેના કારણે વરસાદના પાણીના લીધે હમીસર છલકાઈ ગયું હતું. અને તેમાં આઠળક પ્રમાણમાં આવી હતી પરંતુ એચવી તેમાં માછલીઓનો પ્રમાણ દિવસે ને દિવસે ઘટતો દેખાય છે. આના કારણે હમીસરમાં ગંદગી થવા લાગી છે. આના ઉકેલ માટે રજૂઆત કરવામાં આવી છે.

ભુજના હમીરસર તળાવમાં પાણીની સ્વચ્છતા જળવાઈ રહે તેની કાળજી રાખવા માટે માછલીઓ મૂકવામાં આવે તે અંગે મિતેશ એચ. શાહે પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. જેમાં જણાવેલ કે આ વર્ષે સારો વરસાદ પડતા તળાવ છલોછલ છે પરંતુ માછલીઓની ઓછી સંખ્યા હોવાના લીધે તળાવની સ્થિતિ બગડતી જણાઈ રહી છે. આ બાબતે ચીફ ઓફિસરે મત્સ્ય વિભાગમાં વાત કરી હતી તથા જરૂર જણાશે તો પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ આપવા પગલાં લેવાશે તેમ કહ્યું હતું.

નગરપાલિકાએ બનાવેલી ત્રણ દુકાનો વર્ષોથી બંધ સ્થિતિમાં પડેલી છે, તો આ દુકાનો તાત્કાલિક નિર્ણયથી શરૂ કરાય તો પાલિકાને આવક થશે તથા લોકોને રોજગારી મળશે તેમ પણ રજૂઆત કરી હતી. જેમાં ચેતનભાઇ ઠાકર તથા શંકરભાઈ દરજી જોડાયા હતા.

-મળતી માહિતી પ્રમાણે