ભુજના આશાપુરા મંદિરેથી હવન તથા પૂજનવિધિ લાઈવ જોઈ શકાશે

નવરાત્રિ દરમ્યાન દ્દર્શન, આરતી અને પ્રશાદની જોગવાઈ બંધ રાખવામા આવી છે ત્યારે મંદિરોના ટ્રસ્ટીઓ દ્વારા ભક્તો માટે લાઈવ દર્શનની સુવિધા કરી કશે. હાલમાં ભુજના આશાપુરા મંદિરે આસો નવરાત્રીના સાતમનો હવન-યજ્ઞ તા.23 ઓક્ટોમ્બર ના રાત્રે 9:30 કલાકે પ્રારંભ કરાશે. અને પત્રી પૂજા આઠમ નેવૈદ તા.24 ઓક્ટોમ્બર તેમજ પત્રી જાતર ચડાવવાની પૂજનવિધિ, માતાજીનું મહાપૂજન સવારે 9 કલાકે કરવામાં આવશે. જેનું લાઇવ પ્રસારણ આશાપુરા મંદિર ભુજ યુટ્યુબ ચેનલ તેમજ ફેસબુક પેજ પર જોઈ શકાશે.

-માહિતી અનુસાર