પ્રજાના હિતના પ્રશ્નો માટે કલેક્ટર અને MLAની બેઠક બોલાવવા માંગ, છેલ્લા છ મહિનાથી સંકલનની બેઠક યોજાઈ નથી

પ્રજાના પ્રશ્નો માટે જિલ્લા સંકલનની બેઠક ટૂંક સમયમાં મળશે. તેવું જણાવતાં જિલ્લા કલેક્ટરે કહ્યું કે, છેલ્લા છ મહિનાથી બેઠક મળી નથી. બેઠક બોલાવવા ધારાસભ્યોએ રજૂઆત કરી છે.
જિલ્લા કલેકટર સંદીપ સાગલે કહ્યું કે, કોવિડ-19ના નિયમો મુજબ જ જિલ્લા સંકલનની બેઠક બોલાવાશે. માર્ચમાં કોરોનાની સ્થિતિ ઊભી થયા બાદ જિલ્લા સંકલનની બેઠક મળી નથી. બેઠક બોલાવવા ધારાસભ્યોએ રજૂઆત પણ કરી છે. જેથી ટૂંક સમયમાં સંકલનની બેઠક બોલાવાશે. તથા કોંગ્રેસના ધારાસભ્યોએ કહ્યું કે, સત્તાપક્ષ ભાજપ રાજકીય કાર્યક્રમો કરે છે. જ્યારે પ્રજાના પ્રશ્નો માટે કોરોનાની ગાઈડલાઈનના ધારા-ધોરણ જોવામાં આવે છે. સંકલનની બેઠકમાં શહેર અને જિલ્લાના પ્રશ્નોની ચર્ચા થાય છે અને વિવાદિત પ્રશ્નોનું નિરાકરણ પણ કરવામાં આવે છે. તેમજ પ્રજા દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોની ચર્ચા પણ થાય છે. જેથી જિલ્લા કલેકટરે વહેલી તકે બેઠક બોલાવવી જોઈએ. દિવાળી પહેલાં બેઠક મળે તે માટે આયોજન કરવા માંગ કરાઇ છે.
-મળતી માહિતી અનુસાર