વીરગામમાં 15 દિવસથી પાણી ના મારતા મારવા પડે છે વલખાં …

વિરમગામ તાલુકાનાં જેતાપુરમાં છેલ્લા ૧૫ દિવસથી પ્રજાજનોને પીવાના પાણી માટે રીતસરના વલખાં મારવા પડે છે. મત માંગવા આવેલા મેતા પાણી પ્રશ્ને પાણીમાં બેસી જતાં લોકોમાં રોષની લાગણી જન્મી છે.
વિરમગામ તાલુકાનું જેતાપુર ગામ પાંચ હજારની વસ્તી ધરાવે છે પરંતુ છેલ્લા 15 દિવસથી જેતાપુર ગામને પીવાનું શુધ્ધ પાણી મળતું નથી. નળકાંઠાના પછાત ગણાતા વિસ્તારમાં શાહપુર ગામ સુધી પાણી પહોંચ્યું પરંતુ શાહપુરથી આગળ આવેલા ભાયલા કાયલા કિશોર રૃપાવટી જેતાપુર ગામને નર્મદાનું શુધ્ધ પાણી પીવા મળ્યું નથી. કોઇ દિવસ કોઇ પાણી આવી જાય તો મોટી લાઇનો લાગે છે અને પાણી થોડાક સમયમાં જ બંધ થઇ જાય છે. વિરમગામ પાણી પુરવઠા બોર્ડના સુજલામ સુફલામ જૂથ દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે પરંતુ નળકાંઠાના પછાત ગણાતા વિસ્તારમાં પાણી મળતું નથી. પાણી માટે ચાતક નજરે બેઠેલી બહેનો દેખાય છે. તાલુકાના છેવાડાના ગામડાના પાણીની મોકાણ છે. પીવાના શુદ્ધ પાણી માટે જનતા વલખા મારે છે. વિકાસની મોટી મોટી ગુલબાંગો ફૂંકી છે પણ વિરમગામના પછાત ગણાતા કાંઠાના ગામોમાં પાણી પહોંચતું નથી.
માહિતી અનુસાર હેડવર્કસ ખાતે અવારનવાર રજુઆત કરાઇ હોવા છતાં હજુ પાણી પહોંચ્યું નથી . જેતાપુર ગામના જ બે ભાજપના હોદ્દેદાર હોવા છતાંય કેમ ગામ પાણીથી વંચિત રહે છે….? વિરમગામ ખાતે આવેલ પાણી પુરવઠાની ઘોર બેદરકારીના લીધે ગ્રામીણ પ્રજા પાણી પાણીનો પોકાર પાડી રહી છે. આ બાબતે વિરમગામ તાલુકાના શાહપુર ગામના આદિજાતિ જિલ્લા આદિજાતિ મોરચના મહામંત્રી રમણભાઇ પઢાર દ્વારા મૌખિક તેમજ લેખિતમાં પણ જાણકારી આપી પાણીની વ્યવસ્થા કરી છેવાડાના ગામે પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરવા જાણ કરી છે.
-મળતી માહિતી અનુસાર