આરઆર સેલે ટીમે ચાલકને પકડ્યો રાજસ્થાનથી કચ્છ(સામખિયાળી) સુધી પહોંચ્યો શરાબ

રાજસ્થાનથી પહોંચેલો 21.10 લાખનો વિદેશી દારૂ કચ્છના પ્રવેશદ્વાર સુધી ટેન્કર મારફતે પકડાયું હતું અને બિયરનો જથ્થા સાથે બોર્ડર રેન્જ આર.આર.સેલની ટીમે ટેન્કર ચાલકની અટક કરેલ છે .

પીઆઇ ભાવિન સુથારે વિગતો આપી હતી કે, બોર્ડર રેન્જ આરઆર સેલની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી જાણકારી મળી હતી કે, GJ-12-AZ-5314 નંબરના ટેન્કરમાં રાજસ્થાનથી દારૂ કચ્છ આવી રહ્યો હોવાની ખાનગી જાણકારીના આધારે સામખિયાળી નજીક નજર ગડાઈ હતી. આ વોચ દરમિયાન ખાનગી જાણકારી મુજબનું ટેન્કર આવતાં તેને રોકી તલાશી લેતાં ટેન્કરમા઼થી વિદેશી દારૂની 5,7000 બોટલ અને બિયરના 480 ટીન મળી આવતાં ટેન્કર સહિત રૂ.21,10,000 નો દારૂ અને ટેન્કર સહિત રૂ.31.10 લાખનો મુદ્દામાલ કબજે કરી સાંચોરના ગણપતરામ કાલુરામ બિશ્નોઇની અટકાયત કરી હતી. પ્રાથમિક પુછપરછમાં આ દારૂનો જથ્થો રાજસ્થાન પાલડીના માંગીલાલ લાધુરામ બિશ્નોઇએ મોકલ્યો હોવાનું બહાર આવતાં તેના તેમજ આ જથ્થો મગાવનાર આરોપી વિરૂધ્ધ સામખિયાળી પોલીસ મથકે ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી હતી. વધુ ઉલ્લેખનિય છે કે થોડા દિવસો પહેલાં GSTની ટીમ બિલ્ટી તપાસી રહી હતી ત્યારે પણ લાખોનો દારૂ ટ્રકમાંથી મળી આવ્યો હતો, તો એના અગાઉના દિવસે પણ લખપત ગામમાંથી 39 હજારનો દારૂ સ્થાનિક પોલીસે પકડી પાડ્યો હતો. આ કાર્યવહીમાં ભાવિન બાબરિયા, જનક લકુમ, મહેન્દ્રસિંહ જેઠુભા અને સામતભાઇ પટેલ જોડાયા હતા.

-માહિતી અનુસાર