ગીબપુરા ગામે હાઇવે નજીકથી ગેરકાયદેસરના હોર્ડિંગ દૂર કરાયા
હાલમાં ચાલતા ગેરકાનૂની કામો સામે સરકાર પેટ્રોલીંગ દ્વારા કે બાતમી દ્વારા સોધ-ખોળ કરે છે ત્યારે હજી એક ગેરકાયદેસરનો કિસ્સો બારે આવ્યા હતો સરખેજ હાઇવે ઉપર આવેલ ગીબપુરા ગામ પાસે હાઇવે નજીક ગેરકાયદેસર હોડિંગ બોર્ડ ઉભું કરાયું હતું જેને લઈને L.&.T કંપનીના હાઇવે મેનેજરની ટીમે દબાણ દૂર કર્યું હતું. ગીબપુરા ગામ પાસે હાઇવે નજીક સરકારની જમીનમાં ગેરકાયદેસર હોડિંગ બોર્ડ ઉભું કરાયું હતું. જે L.&.T. કંપનીના પેટ્રોલિંગ ટીમને ધ્યાને આવતા સોમવારે સવારે L.&.T કંપનીના હાઇવે મેનેજર બિપિન મેવાડા અને ટીમના ગુલાબસિંહ, શક્તિસિંહ, સંજયસિંહ, જગદીશસિંહ તેમજ અશોકસિંહ સહિત સ્ટાફે બોર્ડને ક્રેનની મદદથી હટાવ્યું હતું.
-મળતી માહિતી અનુસાર