Covaxinને બેકઅપના રૂપમાં મજૂરી- AIIMS ડાયરેક્ટર

ભારતમાં બાયોટેકની Covaxinને દેશના ડ્રગ્સ રેગ્યુલેટર DCGIએ ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. DCGIના તે નિર્ણય પર પ્રશ્ન ઉઠી રહ્યાં છે કેમ કે, Covaxinના ત્રીજા ફેઝનું ટ્રાયલ્સ ચાલી રહ્યો છે. આ વેક્સિનને માત્ર પ્રિલિમનરી એનિમલ ટ્રાયલ અને ફેજ 1 ટ્રાયલ્સના ડેટા જ સાર્વજનિક રૂપથી આપવામાં આવ્યું છે. આ ડેટાનો પીયર રિવ્યૂ પણ થયું નથી.

જોકે, તે મંજૂરી શરતો પર આપવામાં આવી પરંતુ તે છતા પણ કેટલાક પ્રશ્નોના જવાબ મળ્યા નથી. આ અંગે AIIMSના ડાયરેક્ટરે રણદીપ ગુલેરિયાએ કેટલાક ખુલાસાઓ કર્યા છે.

તેમને એક પ્રશ્નનો જવાબમાં કહ્યું છે કે, સરકાર તરફથી જે નોટિફિકેશન બહાર પાડ્યું છે તે વાંચીને સમજમાં આવે છે કે, વેક્સિનને મંજૂરી ઈમરજન્સી સ્થિતિમાં સાવચેતી સાથે આપવામાં આવી છે. મને લાગે છે કે US, UK અને યૂરોપમાં જે થઈ રહ્યું છે, તેવી જ સ્થિતિ પ્રમાણે જો ભારતમાં કેસ વધતા ઈમરજન્સીની સ્થિતિ આવે છે તો આપણને વધારે ડોઝની જરૂરત પડશે અને કોઈ ડ્રગ ઉપલબ્ધ હશે નહીં ત્યારે આ વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવશે. પરંતુ Covishieldનો જ ઉપયોગ થશે.

જ્યાં સુધી સેફ્ટીનો પ્રશ્ન છે, તો જેટલી માહિતી આપવામાં આવી હતી તે વિશ્વાસ અપાવે છે. સેફ્ટી ડેટા પર્ફેક્ટ છે અને પ્રભાવકારી ડેટા તૈયાર કરવામાં આવ્યો નથી પરંતુ કમેટીને લાગે છે કે, ઈમરજન્સી સ્થિતિ માટે Covishieldના વિકલ્પના રૂપમાં ક્લીનિકલ ટ્રાયલ મોડમાં ઉપલ્બધ કરાવી શકાય છે.

આના પાછળની વિચારસરણી વેક્સિનને એકઠી કરવા માટે ગ્રીન સિગ્નલ આપવાની લાગે છે. આશા છે કે, આગામી 4-6 અઠવાડિયામાં અન્ય ડેટા આવશે જે પ્રભાવકારીતા સાબિત કરશે.

હું Covaxinને બેકઅપના રૂપમાં જોઈ રહ્યો છું, ના કે ફ્રંટ એન્ડ વેક્સિનના રૂપમાં, મને લાગે છે કે, આને વધારે ડેટા આવે ત્યાર સુધી ઉપયોગમાં લઈ શકાય છે.