ગાજિયાબાદના શ્મશાન ઘાટમાં મોટી દૂર્ઘટના, છત તૂટી પડતા 17 લોકોના મોત

ઉત્તર પ્રદેશના ગાજિયાબાદ સ્થિત મુરાદનગર વિસ્તારમાં 3 જાન્યુઆરીએ એક શ્મશાન ઘાટમાં ખુબ જ દુ:ખદ દૂર્ઘટના ઘટી છે. શ્મશાન ઘાટમાં અંતિમ સંસ્કાર માટે લોકો ભેગા થયેલા હતા અને અચાનક ત્યાં બનાવેલો એક શેડ તૂટી પડ્યો હતો. અધિકારીઓ અનુસાર દૂર્ઘટનામાં અત્યાર સુધી 17 લોકોના મોત થઈ ગયા છે અને 38 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાહત અને બચાવ કાર્ય કરવાનો આદેશ આપ્યો છે.

ઘટના સ્થળ પર NDRFની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ છે, જે ઘટના સ્થળ પર લોકો માટે રાહત અને બચાવનું કામ કરી રહ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે, હજું પણ ઘટના સ્થળે તૂટી પડેલી છત નીચે અનેક લોકો દબાયેલો હોવાની આશંકા છે.

યોગી આદિત્યનાથે આ અંગે જણાવ્યું કે, મેં જિલ્લા અધિકારીઓને રાહત અને બચાવ કાર્ય કરવાનો નિર્દેશ આપ્યો છે. સાથે તે પણ કહ્યું કે, આ કેસમાં તપાસ રિપોર્ટ દાખલ કરો. આ ઘટનામાં પ્રભાવિત લોકોને બધી જ સંભવિત મદદ આપવામાં આવશે.