વૈશ્વિક મહામારી કોરોના વિરુધ્ધ ભારતના જંગમાં એક નિર્ણાયક ક્ષણ વેકસીન…. વિનોદ ચાવડા (સાંસદ)

દેશવાસીઓ માટે ગર્વ ની વાત છે કે ડ્રગ કંટ્રોલર ઓફ ઈન્ડિયા (DCGI) એ જે કોવિદ-19 રસી જે ભારત બાયોટીકની “કોવૈકસીન અને સીરમ ઈન્ડિયા ની કોવિશિલ્ડ ની આપતાકાલીન સ્થિતિમાં મંજૂરી આપેલ છે તે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના “આત્મા નિર્ભર” ભારતમાં જ બનાવવામાં આવી છે જે ભારતની નિરંતર પ્રગતિના પરિચાહક રૂપ છે તેમ જણાવતા કચ્છના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ રસી નિ શોધ કરનાર અને બનાવનાર વૈજ્ઞાનિકો ને અભિનંદન પાઠવ્યા હતા સાથે સાથે વેકસીન નો લાભ દરેક દેશવાસીઓને મળે તેવી વ્યવસ્થા ગોઠવવા બદલ ભારત સરકાર ને અભિનંદન પાઠવ્યા હતા.
માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના નેતૃત્વમાં સમગ્ર ભારતને કોરોના મુક્ત કરવાની મુહિમ આજે વધારે મહત્વની અને મજબૂત બની છે.
અસાધારણ સેવા ભાવ માટે ડોક્ટર, મેડિકલ પ્રોફેશનલ, વૈજ્ઞાનિકો, પુલિસ કર્મીઓ, અને કોરોના વોરિયર્સ પ્રત્યે કૃતજ્ઞના વ્યક્ત કરતાં સાંસદશ્રી ચાવડાએ દરેક દેશવાસીઓ એ આનો લાભ લઈ “કોરોના હટાવ” ભારત બચાવ ના આપણાં વડાપ્રધાનશ્રીના સંકલ્પ ને સાકાર કરવાનો છે.