રાપરમાં જંતરમંતર પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં આવેદનપત્ર અપાયું

દિલ્હીમાં થયેલ જંતરમંતર ખાતે શાંતિ પૂર્વકે વિરોધ પ્રદર્શન દરમિયાન કઠિત લાઠીચાર્જના વિરુદ્ધમાં રાપર તાલુકાના ડો આંબેડકર યુવા ગ્રુપ દ્વારા આંબેડકર ની પ્રતિમા પાસેથી જનક રોશ રેલી યોજી શહેરના વિવિધ માર્ગ પર ફરી અંતે રાપર મામલતદારને પત્ર પાઠવ્યું હતું. આવેદનમાં જણાવ્યું હતું કે ભારતનું બંધારણ દરેક નાગરિકને અભિવ્યક્તિની સ્વતંત્રતા તથા શાંતિપૂર્ણ રીતે પોતાના પ્રશ્ન રજૂ કરવાનો અધિકાર આપે છે જ્યારે શૈક્ષણિક પ્રશ્નોને લઈને વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે તેમના પર બળ પ્રયોગ કરવામાં આવ્યો હોવાના અહેવાલ ખૂબ ચિંતાજનક છે અને આવી ઘટનાઓ લોકશાહી મૂલ્યો તથા બંધારણીય અધિકારો અંગે ગંભીર પ્રશ્ન ઊભા કરે છે વધુમાં જણાવ્યું હતું કે ભવિષ્યમાં વિદ્યાર્થીઓ અને અન્ય નાગરિકોના શાંતિપૂર્ણ લોકશાહી વિરુદ્ધ દરમિયાન તેમના બંધારણીય અધિકારોનું સંપૂર્ણ રક્ષણ થાય તે માટે યોગ્ય માર્ગદર્શિકા અને વ્યવસ્થા અમલમાં મુકવાની માંગ છે