સગાઈ પ્રસંગમાં વગર મંજૂરીએ 150 થી વધુ લોકો એકઠા થતા ગુનો નોંધાયો

માંગરોળમાં આવેલ શીલ ગામે એક વાડીએ સગાઈના પ્રસંગમાં વગર મંજુરીએ 150 થી વધુ લોકો એકઠા થયા હોવાનો પોલિસએ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.માંગરોળના શીલ ગામે રહેતા હુશેનશા ઉર્ફે સકીલશા સાબીદ બનવાની સગી ભાણેજની સગાઈનો પ્રસંગ યોજાયો હતો. તેમણે ગામની મીર સમાજની વાડીમાં આ પ્રસંગનું આયોજન કરેલ ત્યારે શીલ પોલીસે ત્રાટકી હતી. . મોટાભાગના લોકોએ મોઢા ઉપર માસ્ક પણ પહેર્યા ન હતા, સોશ્યલ ડિસ્ટન્સ પણ જાળવવામાં આવ્યું ન હતું.
-મળતી માહિતી મુજબ