સતાપર મધ્યે ગોવર્ધન ક્રિકેટ ગ્રાઉન્ડ નું અને આહીર પ્રીમિયર લીગ 2021 નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

તા. 03/01/2021 ના રવિવારના રોજ સતાપર મધ્યે નવું બનેલ ગોવર્ધન ક્રિકેટ ગ્રાઉન્ડનું અને આહીર પ્રીમિયર લીગ 2021 નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંજાર સચ્ચિદાનંદ મંદીરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ, કચ્છ આહીર સમાજ પ્રમુખ શ્રી ત્રિકમભાઈ વાસણ ભાઈ આહિર , કચ્છ પાટણ પ્રાથરીયા આહિર સમાજના પ્રમુખ શ્રી ધનજીભાઈ રાણાભાઈ કેરાસીયા હાજર રહ્યા હતા. ત્રિકામદાસજી મહારાજના આશીર્વચન આપ્યા હતા અને ક્રિકેટ રમી યુવાનો ને સ્વાસ્થય પર ઘ્યાન આપવા કહ્યું હતું. ધનજીભાઈએ સમાજના યુવાનોને વ્યસન મુક્તિનું આહવાન કર્યું હતું. આ પ્રસંગે સતાપર ગામના તમામ આગેવાનો શામજીભાઈ કેરાસીયા,ગોપાલભાઈ માતા, કાનજીભાઈ વાસણ ભાઈ માતા, રમેશ ભાઈ ઉંદરિયા, ભરત ભાઈ માતા, દિનેશભાઈ માતા, ભીમજીભાઈ કેરાસીયા, શિરીષ ભાઈ માતા, કાનજીભાઈ સવા ભાઈ પટેલ, હમીરભાઈ ખેંગારભાઈ માતા, બાબુભાઇ વાસણભાઈ માતા, ધુલાભાઈ વેલા ભાઈ માતા, ભીમજીભાઈ દાનાભાઈ માતા, મેઘા ભાઈ રતા ભાઈ માતા, રાજેશભાઈ અરજણ ભાઈ માતા, રમેશભાઇ ડેકા ભાઈ માતા, રાણાભાઈ લખમણ ભાઈ માતા , પ્રેમજી સામતભાઈ માતા, રાણા ભાઈ રવા ભાઈ માતા, રાણા ભાઈ રવા ભાઈ માતા હાજર રહ્યા હતા. સ્વ ભગવાન ભાઈ સવાભાઈ કેરાસીયાની સ્મૃતિમાં એમના પરિવાર વતી પધારેલ મહેમાનો નું ધન્યવાદ કરી વિશેષ સન્માન કરવા માં આવ્યું હતું.


રિપોટર બાય: દિલુભા જાડેજા