ભુજ શહેર માં અગમ્ય કારણોસર આધેડે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો

જાણવા મળતી વિગતો મુજબ ભુજ શહેર માં જૂના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં સર્વ મંડપ પાસે ૮૫ વર્ષિય આધેડે ગળે ફાંસો ખાઈ ને આપઘાત કર્યો છે.બનાવને પગલે ભુજ પોલીસ મથકે બનાવ દર્જ થતાં આગળની તપાસ હાથ ધરાઇ છે. બનવા ની જાણવા મળતી વિગતો મુજબ જૂના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં સર્વ મંડપ પાસે રામશનિ પ્રજાપતિ ( ઉ.વ ૮૫)એ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની વિગતો મળી રહીછે.ભુજ શહેર પોલીસ સ્ટાફ ઘટના સ્થળેદોડી ગયો હતો. તેમજ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટ બાય : કરણ વાઘેલા – ભુજ