અંજાર શહેર માં ATM ના સીક્યુરીટી ગાર્ડની હત્યા થતાં ચકચાર

અંજાર શહેર માં વેલ્સપન કંપની સામે જ આવેલા એ.ટી.એમ માં સીક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આજે સવારે હત્યા કરાયેલી લાશ એ.ટી.એમ અંદરથી મળી આવી હતી. મૃ્ત્કના નજીકના લોકોએ આ અંગે પોલિસને જાણ કરતા અંજાર પોલિસ તથા અન્ય પોલિસના ઉચ્ચ અધિકારીઓ ધટના સ્થળે તપાસ માટે દોડી ગયા હતા. હત્યા લુંટના ઇરાદે થઇ કે કોઇ અંગત કારણોસર તે સામે આવ્યુ નથી. પરંતુ પોલિસે મૃત્દેહને પી.એમ માટે ખસેડી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.