પાસપોર્ટ માટે અસલી ડોક્યુમેન્ટ સાથે રાખવાની ઝંઝટમાંથી મળી મુક્તિ : અરજદાર ઓનલાઈન અરજી સમયેજ પોતાના ડોક્યુમેન્ટ ડીજી લોકરમાં અપલોડ કરી શકશે

અમદાપાસપોર્ટ કઢાવવા માટે પહેલા પાસપોર્ટ ઓફિસમાં ઓરિજન ડોક્યુમેન્ટ લઇ જવા પડતા હતા. જોકે હવે તેમાંથી મુક્તિ મળી ગઇ છે. હવે ઓનલાઈન એપ્લિકેશન વખતે જ ડિઝીલોકરનો વિકલ્પ મળશે અને તેના ઉપર જ તમામ ડોકયુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરી દેવાના રહેશે.જે પાસપોર્ટ ઓફિસ દ્વારા ચેક કરી લેવાશે અને એપોઇન્ટમેન્ટ સમય જે તે અધિકારીની સ્ક્રિન પર અરજદારની તમામ વિગતો તૈયાર રહેશે. રિજનલ પાસપોર્ટ ઓફિસર રેં મિશ્રા દ્વારા આ આજથી એટલે બુધવારથી આ સુવિધા શરૂ કરવામાં આવે છે.અત્યાર સુધી પાસપોર્ટ ઓફિસમાં પાસપોર્ટ અપોઈન્ટમેન્ટ દરમિયાન અરજદારોએ પોતાના ઓરીજનલ ડોક્યુમેન્ટ લઈને જવા પડતા હતા. જેને કારણે દૂરથી આવનાર અરજદારોને ક્યારે પોતાના ડોક્યુમેન્ટ રસ્તામાં આવતા ખોવાઈ જવાના કે ક્યાંક ભૂલી જવાના પણ કિસ્સા બનતા હતા તેમજ બીજી તરફ અત્યારે કોરોનાવાયરસ ચાલી રહ્યો છે ત્યારે એક વ્યક્તિના ડોક્યુમેન્ટ બીજા વ્યક્તિ એ ટચ કરવા પડે જેને કારણે વાયરસ પણ ફેલાવાની શક્યતા રહે છે. ત્યારે પાસપોર્ટ ઓફિસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હવે અરજદાર દ્વારા જ્યારે પાસપોર્ટ માટે ઓનલાઇન એપ્લિકેશન કરશે ત્યારે જ તેમને ડીજીલોકર નો ઓપ્શન મળશે. જ્યાં અરજદારે પોતાના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ડીજી લોકર અત્યાર સુધી પોલીસ દ્વારા માં વેલીડ ગણવામાં આવે છે . જેમાં વાહન ચાલકો પોતાના લાયસન્સ, આરસી બુક સહિત ના ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરી શકે છે . અને જ્યારે પોલીસ દ્વારા તેમની પકડવામાં આવે ત્યારે તે પોતાના ડોક્યુમેન્ટ બતાવી શકે છે.