જખૌ માં ફરી એક વખત સરકારી રોડ પર ઉભેલ નમકના વાહન સાથે સ્થાનિક યુવાન અથડાયો, સદભાગ્યે કોઈ જાન-હાનિ થઈ નહિ

5f134a90-a66c-4679-ba03-7625b2c0297b

ગઈ કાલે રાત્રે 9 વાગ્યાના અરસામાં નલિયા થી જખૌ પરના રોડ પર જશાપર નજીક નમક ભરેલ ટ્રકનું ટાયર પંચર થઈ જતા, ડ્રાઇવરે પોતાના ટ્રક ને રોડ ની વચ્ચો વચ્ચ રાખી પોતે ટ્રક ની અંદર સુઈ ગયો. ટ્રકની પાછળ ડ્રાઇવરે કોઈ પથ્થર, વૃક્ષ કે અન્ય કોઈ વસ્તુ કે સાધન રાખેલ નહિ. તેમજ ટ્રક ની પાર્કિંગ લાઈટ, બ્રેક લાઈટ કે તેની પાછળ વાળા ભાગમાં આરટીઓ માન્ય કોઈ રેડિયમ લગાડેલ હતી નહિ. જેથી જખૌના યુવાન અબડા મેહુલસિંહ હમીરજી નલિયા થી જખૌ બાજુ મોટરબાઈક લઈને આવતો હતો. ટ્રકમાં કોઈ લાઈટ કે અંધારામાં ચમકે એવી કોઈ વસ્તુ કે સાધન લગાડેલ ન હોવાથી મેહુલસિંહ ને ટ્રક અંધારા દેખાયો નહિ અને તે ટ્રકની પાછળ ઘૂસી ગયેલ. અકસ્માત સમયે મેગુલસિંહે હેલ્મેટ પણ પહેરેલ હતો, જેથી સદભાગ્યે કોઈ જાન-હાનિ થયેલ નહિ. પરંતુ તેમની મોટરબાઈક ને ખબુ નુકશાન થયેલ. સ્થાનિકો દ્વારા નમકના વાહન પરિવહન ગુજરાત સરકારના નીતિ નિયમો વિરુદ્ધ ચલાવવામાં આવી રહ્યા છે, તેવી વારંવાર સ્થાનિકે અને ઉચ્ચ કક્ષાએ રજુઆત કરેલ છે. ઉચ્ચ કક્ષાએથી તપાસ પણ કરવામાં રજુઆત અનુસંધાને કરવામાં આવે છે, એક બે ગાડીઓને મેમો આપી દેવામાં આવે છે. પરંતુ ગુજરાત સરકાર ના પરિવહન ના નીતિ નિયમો વિરુદ્ધ ચલાવવામાં થઈ રહેલ પરિવહન ને હમેશ માટે બંધ કરવાના કોઈ પ્રયાસ કરવામાં આવતા નથી. જેથી, દિવસે ને દિવસે આવી ઘટનાઓ બને છે. તા : 26 ના રોજ જખૌ મરીન ના પી.આઈ સાહેબશ્રી દ્વારા કંપનીને લેખિત અલ્ટીમેટમ પણ આપી દેવામાં આવ્યો છે, પરંતુ કંપની દ્વારા બધા નિયમોની ખુલ્લેઆમ અનદેખી કરી પરિવહન કરવામાં આવે છે. ગઈ કાલે થયેલ અકસ્માત માં જખૌ યુવાન નર સદભાગ્યે કોઈ જાન-હાનિ થઈ નહિ, જો કોઈ જાન-હાનિ થઈ હોત તો તેની જવાબદારી કોને માથે ચડી હોત??? અગાઉ પણ કંપનીના નમકના વાહનો દ્વારા અકસ્માત થી સ્થાનિક યુવાનો અને વ્યક્તિઓના મૃત્યુ નિપજેલ છે, તેમના પરિવારોને કંપની અથવા સરકાર દ્વારા આજ-દિન સુધી કોઈ વળતર આપવામાં આવ્યો નથી. અમુક યુવાનો તો એવા હતા જેમનું તે સિવાય કોઈ પરિવારમા કમાવનાર પણ ન હતું.રીપોર્ટ બાય : ઇકબાલ રાઠોડ જખૌ