ટંકારા ગામમાં યુવકે ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર

મળતી માહિતી મુજબ ટંકારાના વીરપર ગામના યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા ચકચાર મચી જવા પામી હતી. આ અંગે યુવકને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ ખસેડાયો હતો. આ દરમાયન સારવાર યુવકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટના બાબતે ટંકારા તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.