રાજુલામાં પુજાબાપા ગૌશાળા સામે નગરપાલિકાની ઉકરડીમાં આગ

સાવરકુંડલા રોડ આગરીયા જગાતનાકા પાસે આવેલ પુજાબાપા ગૌ શાળા સામે નગરપાલિકાની ઉકરડીમાં આગ લાગતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ખેડૂત દ્વારા પ્રમુખને જાણ કરતા જ તાત્કાલિક ધોરણે ફાયર ફાઈટરને ઘટના સ્થળે મોકલી આપી હતી અને આગને કાબૂમાં લેવાઈ હતી. રાજુલા નગરપાલિકાની ઉકરડીના વારંવાર આગ લાગવાના બનાવો બને છે ત્યારે ઉકરડીને અડીને ખેડૂતોના ખેતરો આવેલા છે તેમજ ખેતરોમાં ખેડૂતોના ઉભેલા પાકને બચાવવા માટે ખેડૂતોએ અનેક વખત રજૂઆત કરી હોવા છતા પણ યોગ્ય થયેલ ન હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો છે.