ધ્રોલમાં મધરાતે તસ્કરો ત્રાટકયા
ધ્રોલ શહેરના ગૌરવપથ એવા જામનગર રોડ આવેલ જમીન વિકાસબેંક, સુરભી એગ્રો સહિત ચારેક જગ્યાએ તસ્તકરો ત્રાટકયા હતા ગત રાત્રીના ર વાગ્યાની આસપાસ તસ્કરો કળા કરી ગયેલ છે .જમીન વિકાસ બેંકમાં મેઇન ગેટના તાળા તોડીને અંદર ઘુસીને તમામ ટેબલો ફેંદી નાખેલું જેમાં રોજબરોજના ઉપયોગમાં રાખવામાં આવેલ અંદાજે રૂ.૪ર૦૦ ની રકમ ઉપાડી ગયેલ છે તેમજ બાજુના રૂમમાં રાખેલ તીજોરીની ચાવી મળી આવતા તીજોરી ખોલી નાખેલ અને તેમાં રાખવામાં આવેલી કેશ પેટી કાઢીને તોડી નાખીને તપાસ કરતા તીજોરી તથા પેટીમાંથી કોઇજ મતા હાથ લાગેલ નહી.
સુરભી એગ્રો સીડલની દુકાનના શટર ઉચકીને અંદર ઘુસીને ટેબલ ખાનામાં રાખેલ ૩૦૦ થી ૪૦૦ રૂ.ની રકમ ઉપાડી ગયેલ છે તેમજ બાજુમાં આવેલ દુકાનોના શટર ઉંચકતા તેમાં સીમેન્ટનું ગોડાઉન હોય તે કોઇજ મતા મળેલ નહી બાજુમાંજ આવેલા શ્રી તંબોલેશ્વર મહાદેવના મંદિરમાંથી એક છતર હાથ લાગેલ તે ચોરી કરી ગયેલ છે આ બનાવ અંગે સ્થાનીક પોલીસ તંત્રમાં જાણ કરવમાં આવેલ.
ધ્રોલ શહેર સહિત આજુબાુજના ગ્રામ્ય વિસ્તારોમાંથી તસ્કરગેગ સક્રિય થયેલ છે તાલુકાના માનસર ગામે પણ ચારથી પાંચ દુકાનો તુટવાનો બનાવ બનેલ હોવાનું જાણવા મળેલ છે