ફતેપુરા તાલુકા માં કાર ચાલકે મોટરસાઇકલ ચાલક ને ટક્કર મારતા તેનું મૃયું નીપજયું

           

ફતેપુરા તાલુકાના હડમત ગામે એક ફારે વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ત્યાંથી પસાર થઈ રહેલ એક મોટરસાઈકલના ચાલકને અડફેટમાં લઈ જોશભેર ટક્કર મારતાં મોટરસાઈકલના ચાલકને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યાનું જાણવા મળે છે. ઝાલોદ તાલુકાના ટીમાચી ગામે નવાધરો ગામે રહેતાં ભીમાભાઈ રમેશભાઈ બારીયા ગત તા.૦૬ મે ના રોજ પોતાના કબજાની મોટરસાઈકલ લઈ હડમત ગામેથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી આ ભીમાભાઈની મોટરસાઈકલને અડફેટમાં લઈ જોશભેર ટક્કર મારી પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી સ્થળ પરજ મુકી નાસી જતાં અને ભીમાભાઈ મોટરસાઈકલ સાથે જમીન પર ફંગોળાતાં તેઓને શરીરે તમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેનું મોત નીપજ્યું હતું.
આ સંબંધે ટીમાચી નવાધરો ગામે રહેતાં દિવાનભાઈ રમેશભાઈ બારીયાએ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ બાય : અનવર ખાન પઠાણ