હવે કચ્છ જીલ્લામાં પણ મ્યુકરમાઇકોસિસના અમુક કેસો જોવા મળ્યા

મળતી માહિતી મુજબ/ પૂર્વ ગુજરાતની સાથે કચ્છમાં પણ કોરોનાની મહામારી દરમિયાન કોરોનાને કારણે જેમની રોગપ્રતિકારક ક્ષમતા ઘટી ગઈ હોય તેમને આ રોગ જલ્દી લાગુ પડી જાય છે.
પરંતુ, અગાઉ એટ્લે કે, કોરોના પહેલા સામાન્ય રીતે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય, કેન્સરનું ઓપરેશન કરાવનાર અને જેમને અકસ્માતમાં સખત ઈંજરી થઈ હોય તેવા અસરગ્રસ્તોને આ રોગ લાગુ પડતો. જી.કે. જનરલ હોસ્પિટલના ચીફ મૅડિકલ સુપ્રિ. ડો. નરેન્દ્ર હિરાણીના જણાવ્યા અનુસાર હાલમાં કોરોના પછી આવા દર્દીઓ જોવા મળે છે. પરંતુ, અગાઉ પણ કચ્છમાં મ્યુકરમાઈકોસિસ યાને કે બ્લેક ફંગસ ચેપના દર્દીઓ જોવા મળ્યા હતા.