ચુડા PGVCL કચેરીમાં ફરજ બજાવતા ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ દાહોડિયા મહેન્દ્રભાઈનું કોરોનામાં મોત થતા શોકનું મોજુ ફરીવળ્યુ

હાલ કોરોના મહામારી ચાલી રહી છે જેમાં મોટા પ્રમાણમાં સરકારી કર્મચારીઓ સંક્રમિત થયા છે    તો કેટલાય કોરોના સામે જંગ હારી ગયા અને મોત ને ભેટ્યા છે. સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા પી.જી.વી.સી.એલ.કચેરીમાં ફરજ બજાવતા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ  દાહોદીયા મહેન્દ્રભાઈ નું કોરોનામાં મોત થતા ચૂડા પી.જી.વી.સી.એલ.કચેરીમાં શોક નું મોજુ ફેલાય ગયુ છે.ચુડા  પી.જી.વી.સી.એલ.કચેરીના દાહોડીયા મહેન્દ્રભાઈ સંનિષ્ઠ અને લોકપ્રિય કર્મચારી હતા કચેરીમાં આવતા કોઈપણ ગ્રાહકો ને માનપૂર્વક કામ કરી આપતા દાહોદીયા મહેન્દ્રભાઈ કેટલાક દિવસોથી પોતાના વતન અમદાવાદ ખાતે હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા હતા.ત્યારે કોરોનાની સારવાર દરમ્યાન દાવડિયા મહેન્દ્રભાઈ કોરોના સામે નો જંગ હારી જઈ મૃત્યુ પામતા ચુડા પી.જી.વી.સી.એ.કચેરીના ડી.ઇ- મકવાણા સાહેબ સહીતના સાથી કર્મચારીઓમાં શોક નું મોજુ ફળીવળ્યુ છે.

જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના જોબાળા ગામના એ એક સજ્જન કર્મચારી ગુમાવ્યા છે….

રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા લિંબડી ચુડા ,9016979696