ભચાઉ તાલુકાના સામખયાળી ચેકપોસ્ટ પાસે રવિવારે બપોરે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો

ભચાઉ તાલુકાના સામખયાળી ચેકપોસ્ટ પાસે રવિવારે બપોરે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં પિતા પુત્રનું કમકમાટીભર્યું મોત ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જ્યારે જમાઈને ને ગંભીર ઇજાઓ પહોંચતા ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.રવિવારે બપોરે બે વાગ્યાની આસપાસ ભચાઉ સામખિયાળી વચ્ચેના ધોરીમાર્ગ પાસે કાર કોઈ વાહન સાથે અથડાઈને ડિવાઈડર પર ચડી જવાથી જીવલેણ અકસ્માત સર્જાયો હતો.જેમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિમાંથી બેના કરૂણ મોત ઘટના સ્થળે થયું. અને જમાઈને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ બનાવની ભયાનકતા નજરે નિહાળતા એક વ્યક્તિએ કહ્યું કે અકસ્માત બાદ કારમાં રહેલા હાથ ભાગી ને બહાર કાઢવા માટે અડધો કલાકથી પણ વધુ સમય લાગ્યો હતો.ત્યાર બાદ તાત્કાલિક ધોરણે ૧૦૮ ઇમરજન્સી મારફતે તેમને ભચાઉ સરકારી દવાખાને ખસેડાતા ત્યાંના ફરજ પરના તબીબે બંને પિતા પુત્રને મૃત જાહેર કર્યા હતા. અને જમાઈને સારવાર અપાઇ છે.આમ એક જ પરિવારમાં અચાનક મૃત્યુ ની ઘટના ઘટી જતાં શોકની લાગણી ફેલાઇ છે.