ફતેપુરા તાલુકાના ડુંગર ગામે તુફાન ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂા.૮૩,૭૬૦ ના જથ્થા મળી આવ્યો

ફતેપુરા તાલુકાના ડુંગર ગામે પોલીસની નાકાબંધી દરમ્યાન એક તુફાન ગાડીને ઉભી રાખવાનો ઈસારો કરતાં અંદર સવાર બે પૈકી એક નાસી જવામાં સફળ રહ્યો હતો જ્યારે પોલીસે એકની અટકાયત કરી ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂા.૮૩,૭૬૦ ના જથ્થા સાથે તુફાન ગાડી કબજે કર્યાનું જાણવા મળે છે.રાકેશભાઈ ઉર્ફે નટુભાઈ પરમાભાઈ પારગી (રહે.ડુંગર, પચોર ફળિયું, તા.ફતેપુરા) અને હરીશભાઈ રમણભાઈ પારગી (રહે.ડુંગર, તા.ફતેપુરા) આ બંન્ને જણા ગત તા.૧૦મી મેના રોજ પોતાના કબજાની તુફાન ફોર વ્હીલર ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી હેરાફેરી કરવાના ઈરાદે પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન રસ્તામાં ડુંગર ગામે પોલીસની નાકાબંધી દરમ્યાન આ બંન્ને જણા ત્યાંથી પસાર થતાં હરીશભાઈ રમણભાઈ પારગી પોલીસને જાેઈ નાસી ગયો હતો ત્યારે પોલીસે રાકેશભાઈ ઉર્ફે નટુભાઈ પરમાભાઈ પારગીને પોલીસે અટકાયત કરી હતી. પોલીસે ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની બોટલો નંગ.૭૬૮ કિંમત રૂા.૮૩,૭૬૦ તથા તુફાન ફોર વ્હીલર ગાડીની કિંમત મળી કુલ રૂા.૨,૮૪,૨૬૦ નો મુદ્દામાલ પોલીસે કબજે કરી ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ ફતેપુરા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 રિપોર્ટ બાય: અનવર ખાન પઠાણ-દાહોદ