દેવગઢ બારીઆ તાલુકાના ડુખળી ગામેથી એક યુવકે એક ૧૬ વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ

images-7

દેવગઢ બારીઆ તાલુકાના રૂવાબારી ગામે લબડા ફળિયામાં રહેતો તુષારભાઈ લક્ષ્મણભાઈ લબડાએ ગત તા.૦૫મી મેના રોજ દેવગઢ બારીઆ તાલુકામાં રહેતી એક ૧૬ વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી લગ્નની લાલચ આપી પત્નિ તરીકે રાખવાના ઈરાદે ડુખળી ગામેથી અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના વાલી વારસ દ્વારા દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રિપોર્ટ બાય:અનવર ખાન પઠાણ –દાહોદ