ભાવનગર જિલ્લાના મહુવાના ડોક્ટર્સ દ્વારા કોરોના મહામારીના સમયમાં લોકોએ ડરવાની જરૂર નથી. અને ડોક્ટર્સ દ્વારા લોકોને સંદેશો આપવામાં આવ્યો હતો

વિનય હાર્ટ કેર હોસ્પિટલના ડો. પી.એસ.ભૂત (ફિઝિશિયન) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા દોઢ વર્ષથી આપણે કોરાની મારી ખૂબ જ ગંભીર રીતે ઝઝૂમી રહ્યા છીએ. અને આપણા સાઇન્ટીસ્ટીસો ,તેમજ ડોક્ટરો આધુનિક સારવાર માટેની પદ્ધતિ શોધી છે. અને પહેલાના ૬ મહિનાની કરતા હાલની પરિસ્થિતિ અત્યારે બદલાય ગઈ છે. લોકોનું જીવન જોખમ ઓછું થઈ ગયું છે. આધુનિક પદ્ધતિ આવવાથી ખાસ કરીને લોકોને કોરોના થી ડરવાની જરૂર નથી. અને છેલ્લા ૨ થી ૩ દિવસથી કોરોનાની મહામારી માંથી આપણે 15 દિવસમાં સંપૂર્ણપણે ખતમ થઇ જશે. તેવું ડો. પી.એસ. ભૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું.પરમ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના ડો. જીગ્નેશ કાતરીયા (ફિઝિશિયન) અત્યારે કોરોનાની મહામારીમાં લોકોને હું નમ્ર અપીલ કરવા માંગુ છું. લોકોને સમજદારી તેમજ સાવચેતી અને સારવાર આ ત્રણ મહત્વના મુદ્દા છે. આપણે પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારે  અને પૌષ્ટિક આહાર તેમજ આરામ કરીએ અને પુરતા પ્રમાણમાં પાણી પીએ આગળ વધી કોરોના સંક્રમણથી બચી શકીએ છીએ. અને માસ્ક નો ઉપયોગ કરીશું. સાથે- સાથે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરીશું. સાબુથી હાથ અથવા સેનેટાઈઝરનો પણ ઉપયોગ કરીશું. અને લોકોને વેક્સિન લેવી જોઈએ. નીલકંઠ બાળકોની હોસ્પિટલના ડો. જગદીશ ભોજાણી દ્વારા લોકોને સંદેશો આપવામાં આવ્યો હતો કે, લોકો ફરજિયાત પણ માસ્ક પહેરે  સોશિયલ ડિસ્ટન્સ રાખે સાબુથી હાથ ધોવા  સેનેટાઈઝરનો  ઉપયોગ કરવો. આ ચાર વસ્તુનો ઉપયોગ કરશુ તો જ આપણે આ મહામારી માંથી બહાર આવી શકીએ. યુનિટી ડોક્ટર હાઉસ ખાતે સેવા આપતા ડો. શાંતિ આહીર (ફિઝિશિયન) જણાવ્યું કે, લોકોએ કોરોના મહામારીના સમયમાં સાવચેતી રાખવાની ખૂબજ જરૂર છે. અને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સનુ પાલન કરવું, અને સેનેટાઈઝર નો ઉપયોગ કરીએ. અને ખાસ કરીને બિન જરૂરી કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળીએ. તેવું ડો.શાંતિ આહીર દ્વારા લોકોને સંદેશો આપવામાં આવ્યો હતો.ગ્લોબલ હોસ્પિટલ ડો. રમણીક આહીર (ફિઝિશિયન) દ્વારા મહુવા શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને હું સંદેશ આપવા માંગું છું કે, કોરોનાની મહામારી સાવચેત રહો, અને માસ્ક પહેરો, તેમજ સોશિયલ ડીસ્ટનનુ પાલન કરો, અને સેનેટાઈઝર નો  ઉપયોગ કરો, અને ખાસ કરીને સરકારના નિયમોનું પાલન કરો એ જ મારી નમ્ર અપીલ છે.મમતા હોસ્પિટલના ડો. ડી.સી. લાડુમોર(એમ.ડી. ગાયનેક) દ્વારા લોકોને સંદેશો આપ્યો કે, આ કોરોનાની મહામારી લાંબી ટકશે નહીં. અને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સનુ પાલન કરો અને સેનેટાઈઝરનો ઉપયોગ કરીશું. અને આપણે આ માહામારી માંથી જલદીથી બહાર આવે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું.

રીપોર્ટર:-ધર્મેશ મહેતા મહુવા….