ચાકુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી

2c42004c-5366-4bc4-9f78-2797afe66836

મળતી માહિતી મુજબ / તાલુકાના મેઘપર બોરીચીમાં એક શખ્સે આધેડને ચાકુ બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવને પગલે અંજાર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. મેઘપર બોરીચીમાં નવરત્ન ડ્રીમ્સ સોસાયટીમાં રહેતા ફરિયાદીને આરોપીએ કોઈ અદાવતને કારણે ખરાબ ગાળો આપી ચાકુ બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અંજાર પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે આરોપીને રાઉન્ડઅપ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.