પૂજ્ય ગુરુદેવ કાનજીસ્વામીની 132 મી જન્મ જયંતીની ઉજવણી હોસ્પિટલના દર્દીઓને નાસ્તાની કીટ આપી કરવામાં આવી

બોટાદ ખાતે આવેલ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર દ્વારા પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીની 132 મી જન્મ જયંતી નિમિત્તે બોટાદની આશરે કોવિડ ની 19 હોસ્પિટલના દર્દીઓને બેડ પર જઈ કીટ વિતરણ કરી ઉજવણી કરવામાં આવી હતી. બોટાદમાં દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે જેમ કે ગરીબોને કીટ અનાજ વિતરણ તેમજ અન્ય ઘણી સામાજિક પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ લોકડાઉન દરમિયાન પણ ગરીબોને અન્ન ની કીટ વિતરણ કરી સેવા કરવામાં આવી હતી અને આજરોજ પરમ પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી ની 132 મી જન્મ જયંતી હોય ત્યારે બોટાદના દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ના સંઘના સભ્યો દ્વારા દરેક હોસ્પિટલ જઈ કોવિડ- 19 ના દર્દીઓને તેમજ અન્ય બીમારીવાળા દર્દીઓ જે હોસ્પિટલમાં દાખલ છે તેને નાસ્તા ની કીટ વિતરણ કરવામાં આવી હતી તેમજ જે મધ્યમ વર્ગ ગરીબ અને સાધારણ ઘરના લોકો છે તેવા 132 વ્યક્તિઓને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આમ આજરોજ બોટાદ ખાતે પરમ પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી ની 132 મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી.