બોટાદ જિલ્લા પ્રભારી સચિવ શ્રી સંજીવકુમાર તથા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં યોજાયેલા સંભવિત વાવાઝોડા પગલે જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓની તાકીદની બેઠક બોલાવાઈ

બોટાદ જિલ્લા પ્રભારી સચિવશ્રી સંજીવકુમાર તથા જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલા સંભવિત વાવાઝોડા પગલે જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓની તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં નિવાસી અધિક કલેક્ટર ,નાયબ કલેકટર તેમજ જિલ્લાના તમામ લાયઝન ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા.

                આ બેઠકમાં જણાવ્યા અનુસાર સંભવિત વાવાઝોડા તેમજ વરસાદને પગલે કલેકટર કચેરી ખાતેના કંટ્રોલરૂમ નંબર 02849-271340/271341 અને ટોલ ફ્રી નંબર 1077 કાર્યરત કરવામાં આવ્યા છે. જિલ્લામાં કોઈપણ આપત્તિજનક બનાવ,  પશુ મૃત્યુ, માલહાની કે જાનહાનિનો બનાવ બને તો તે અંગેની જાણ જિલ્લા કંટ્રોલ રૂમમાં તાત્કાલિક કરવા જિલ્લા કલેક્ટરશ્રી વિશાલ ગુપ્તા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

                તમામ તાલુકા કક્ષાના કંટ્રોલરૂમ નંબર ચાલુ કરવામાં આવ્યા છે જેમાં બોટાદ તાલુકા કક્ષાએ 02849-271412,  ગઢડા ખાતે 02847-253227, બરવાળા 02711-237324 અને  રાણપુર કક્ષાએ 02711-238885 છે. જિલ્લામાં કોઈપણ જગ્યાએ આપત્તિજનક બનાવ બને ત્યારે કંટ્રોલ રૂમ ખાતે જાણ કરવા તમામ લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

                જિલ્લા કક્ષાના તેમજ તાલુકા કક્ષાના કંટ્રોલરૂમમાં કર્મચારીઓને રાઉન્ડ ધી ક્લોક ડ્યૂટી સોંપવામાં  આવી છે જિલ્લાની તમામ સરકારી તેમજ ખાનગી covid designated હોસ્પિટલોમાં પાવર સપ્લાય ચાલુ રહે તે માટે પીજીવીસીએલને જરૂરી કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે તથા જિલ્લાના કોઈપણ જગ્યાએ પાણી ભરાવાના પ્રસંગે વોટર પંપ તૈયાર રાખવા માટેની સૂચના આપવામાં આવી છે .

                આ સંદર્ભે આપત્તિજનક બનાવના પ્રસંગે તેમને તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે તે માટે તમામ નગરપાલિકાઓને તાકીદ કરાઈ છે. લોકોને સ્થળાંતરીત કરવાની પરિસ્થિતિમાં લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવાના હેતુ માટેનું આયોજન કરવામાં આવ્યું છે .

                જિલ્લામાં આવેલા ડેમ તેમજ નદીના પટમાં લોકોની અવરજવર ન થાય તે માટે સૂચના આપવામાં આવી છે તથા ડેમના દરવાજા ખોલતા પહેલા સંબંધિત વિભાગોને જાણ કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

                માર્ગ અને મકાન વિભાગને રોડ પર આવેલા નાળાની સાફ સફાઈ તેમજ માનવ સંસાધન તથા મટેરિયલ ની યાદી તૈયાર રાખવા જણાવવામાં આવ્યું છે.

                પીજીવીસીએલની જર્જરિત વીજ થાંભલાના સમારકામ માટે સુચના આપવામાં આવી છે તેમજ તમામ હોસ્પિટલો તથા કચેરીઓમાં વીઝ પુરવઠો ચાલુ રહે તે માટે ખાસ સૂચના અપાઇ છે.

                ફોરેસ્ટ વિભાગને રસ્તા પરના જોખમી વૃક્ષો દૂર કરાવવા તેમજ સાધનોની યાદી તૈયાર રાખવા માટે તાકીદ કરાઈ છે અને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા જણાવ્યું છે.