મહુવા નેસવડ ગામે જુગાર રમતા છ શકુનીઓ રોકડ રૂ.૧૦,૨૯૦/- ના મુદ્દામાલ સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર રેન્જ પોલીસ મહા નિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા પો.સબ.ઇન્સ. શ્રી. એ.પી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર જીલ્લા વિસ્તારમાં દારૂ જુગારની બદી નેસ નાબુદ કરવા માટે સખ્ત સુચના આપેલ.
જે સુચના આઘારે એલ.સી.બી. સ્ટાફના માણસો મહુવા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યના બાતમીરાહે હકિકત મળેલ કે, હિંમતભાઇ માવજીભાઇ બાંભણીયા રહે.નેસવડ ગામ, તા.મહુવા વાળાના મકાન પાસે જાહેર જગ્યામાં જાહેર સ્ટ્રીટ લાઇટના અંજવાળે ગે.કા. રીતે અમુક માણસો ગોળ કુડાળુ વળી પૈસા પાના વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમે છે. જે હકિકત આઘારે જુગાર અંગે રેઇડ કરતા રેઇડ દરમ્યન કુલ -૬ ઇસમો ગોળ કુંડાળુ વળી પૈસા પાના વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમતા મળી આવતા
(૧) હિંમતભાઇ માવજીભાઇ બાંભણીયા ઉ.વ.૩૦
(૨) કાળુભાઇ ભીમાભાઇ સાંખટ ઉ.વ.૨૯
(૩) મુન્નાભાઇ ભીમાભાઇ સાંખટ ઉ.વ.૧૯
(૪) સાગરભાઇ બાબુભાઇ બારૈયા ઉ.વ.૧૯
(૫) મયુરભાઇ રાજુભાઇ જાની ઉ.વ.૧૯
(૬) પ્રકાશભાઇ ભીમાભાઇ સાંખટ ઉ.વ.૨૧ રહે. તમામ નેસવડ ગામ, તા.મહુવાવાળાઓ હિંમતભાઇ માવજી ભાઇ બાંભણીયા રહે.નેસવડ ગામ, તા.મહુવા વાળાના મકાન પાસે જાહેર જગ્યામાં ગે.કા. રીતે ગોળ કુડાળુ વળી પૈસા પાના વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી રેઇડ દરમ્યાન તમામ ઇસમો ગંજી પત્તાના પાના નંગ ૫૨ તથા રોકડ રકમ રૂ.૧૦,૨૯૦/- સાથે પકડાઇ જઇ સોશ્યલ ડીસ્ટન્સ નહી જાળવી ભેગા થઇ કોવિડ ૧૯ વૈશ્વિક મહામારી અન્વયે મે.જી.મેજી. સા. ભાવનગર ક્રમાંક નં:ડી.એમ-૧/કોરોના વાઇરસ/જા.ના/૧૧.૦૫/૨૦૨૧ તા.૧૧/૦૫/૨૦૨૧ ના જાહેરનામાનો ભંગ કરી આઇ.પી.સી. કલમ.૨૬૯ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ ની કલમ. ૫૧(બી) તથા જુગાર ધારા કલમ ૧૨ મુજબનો ગુન્હો કરેલ હોય જેથી તમામ વિરૂધ્ધમાં મહુવા પોલીસ સ્ટેશનમાં ગૂન્હો રજીસ્ટર કરાવેલ છે.
આ સમગ કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા સાહેબ તથા એલ.સી. બી. પો.સ.ઇ. એન.જી.જાડેજા સાહેબ તથા પો.સબ.ઇન્સ. શ્રી. એ.પી.જાડેજા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ તથા એલ.સી.બી.ના એ.એસ.આઇ. પી.આર.સરવૈયા તથા પો.કોન્સ. તરૂણ ભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા તથા નરેશભાઇ બારૈયા તથા ડ્રા.પદુભા ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.
રિપોટર: એજાજ શેખ – ભાવનગર