ભાવનગર-શહેર જિલ્લામાં “તાઉતે” વિનાશ વેર્યો

ભાવનગર શહેર-જિલ્લામાં ગઈકાલ રાતથી શરૂ થયેલ ચક્રવાત “તાઉતે” એ શહેર ઉપરાંત જિલ્લામાં ભારે વરસાદ સાથે મોટી નુકશાની કરી છે ભાવનગર શહેર પોણાભાગના વિસ્તારોમાં વિજ પુરવઠો ગત રાતથી ઠપ્પ થઈ ગયો છે મોટાભાગના મોબાઈલ નેટવર્ક મુગા મંતર થઈ જતાં લોકો ને ભારે હાલાકી વેઠવી પડી રહી છે જિલ્લામાં હજારો વૃક્ષો ધરાશાયી થયા છે મકાનો તૂટી પડ્યાં છે હજું પણ તિવ્ર પવન શરૂ હોય સાચી પરિસ્થિતિ નો તાગ મેળવવો મુશ્કેલ બની રહ્યો છે વહીવટી તંત્ર ની ટીમો પવન થંભી જવાની રાહમાં છે ત્યારબાદ રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
રિપોર્ટ બાય:એજાજ શેખ –ભાવનગર