દાહોદ શહેરમાં આવેલ વર્ષો જુની અને હાલ બંધ પડેલી હાલતમાં રહેલી અંજુમન હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવી

દાહોદ શહેરમાં આવેલ વર્ષો જુની અને હાલ બંધ પડેલી હાલતમાં રહેલી અંજુમન હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા માટે હોસ્પિટલના સત્તાધીશો દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલ જુની અને જર્જરીત હાલતમાં હોઈ મરામત કરાવેલ ન હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ રજુઆતને ગ્રાહ્ય રાખવામાં આવી ન હતી. પાલિકા દ્વારા જે તે સમયે અંજુમન હોસ્પિટલના સત્તાધીશોને હોસ્પિટલની મરામત અથવા તો નીચે ઉતારી લેવા પણ નોટીસ આપવામાં આવી હતી. પરંતુ જે તે સમયે નોટીસને ધ્યાનમાં લેવામાં આવી ન હતી.
કોરોના કાળમાં દાહોદ અંજુમન હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે કોવિડ કેર સેન્ટર શરૂ કરાવવા માટે અંજુમન હોસ્પિટલના સત્તાધીશો દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હોસ્પિટલની મુલાકાત સહિત પરીક્ષણ કરતાં તેમજ આ હોસ્પિટલ જર્જરીત અને જુની હોય તેમજ ઈમારત ખુબજ જર્જરીત હોવાનું માલુમ પડ્યું હતું અને આવી હોસ્પિટલમાં દર્દીઓના જીવ ગમે ત્યારે જોખમમાં જણાતાં તે ઉપરાંત દાહોદ નગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૧૬માં આ ઈમારતને ડિસ્ટમેન્ટલ કરવા માટે હોસ્પિટલના સત્તાધિશોને આપેલી નોટીસને ધ્યાને રાખીને માંગણી નામંજુર કરવામાં આવી હતી.
રિપોર્ટ બાય : અનવર ખાન પઠાણ