“બેઝ” ઓઇલનો ગેરકાયદેસર જથ્થો પકડી પાડતી,ભુજ શહેર બી ડીવીઝન સર્વલન્સ ટીમ


મળતી માહિતી મુજબ / મ્હે. પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા શ્રી સૌરભસિંઘ સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમકચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એન.પંચાલ સાહેબની સુચના મુજબ બેઝ ઓઇલનો ગેરકાયદેસર હેરફેર તથા ગેરકાયદેસર ઉપયોગ થતો અટકાવવા બાબતે કાર્યવાહી કરવા સુચના આપેલ. કે જે અનુસંધાને ભુજ શહેર બી.ડીવીજન પોસ્ટેના પો.ઇન્સશ્રી.આર.ડી.ગોજીયા નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર બી-ડીવીઝન સર્વલન્સ ના માણસો પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગ મા હતા તે દરમ્યાન એ.એસ.આઇ.પંકજકુમાર.આર.કુશવાહાના ઓ ને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે લોડાઇ ગામ તરફથી એક ટેમ્પા મા બેઝ ઓઇલ નો જથ્થો આવે છે તેવી બાતમી મળતા તુરંત જ વર્ક આઉટ કરી બેઝ ઓઇલ નો જથ્થો પકડી પાડી સી.આર.પી.સી.કલમ ૪૧(૧)(ડી) મુજબ કાયદેસર ની કાર્યવાહી કરવામા આવેલ છે.