રાપર તાલુકા મા કોરોના કાળમાં મનરેગા મા રોજગારી મેળવતા લોકો રાપર

હાલ કોવિડ 19 અંતર્ગત સમગ્ર દેશમાં કોરોના ના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે છેલ્લા દોઢ વર્ષથી અનેક લોકો ના ધંધા રોજગાર પડી ભાંગ્યા છે અને આવક કેમ ઉભી કરવી અને પરીવાર નો નિર્વાહ કઈ રીતે કરવો તે પણ વાંધા જનક છે ત્યારે કેન્દ્ર સરકાર ની મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના હેઠળ કોરોના ના સમય મા રોજગારી મળે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકાર હસ્તક આ કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં એક માનવ દિન મા રોજગારી રુપિયા 224/= આપવામાં આવી રહ્યાં છે ત્યારે કચ્છમાં પણ હાલ કોવિડ 19 અંતર્ગત કોરોના કાળમાં મનરેગા યોજના હેઠળ કચ્છ જિલ્લા મા કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં રાપર તાલુકા મા હાલ જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા ની સુચના થી હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના નિયામક મેહુલ જોશી ના માર્ગદર્શન હેઠળ રાપર તાલુકા વિકાસ અધિકારી આર કે રાઠવા આંકડા અધિકારી ડી જે ચાવડા અમરશીભાઈ. હરેશ પરમાર સહિત ના અધિકારીઓ ના માર્ગદર્શન હેઠળ રાપર તાલુકા મા 92 ગામો માંથી 50 ગામે 81 કામો ચાલી રહ્યા છે જેમાં 3500 લોકો ને રોજગારી મળે છે આ અંગે તાલુકા વિકાસ અધિકારી રાઠવા અને આંકડા અધિકારી ડી જે ચાવડા ના જણાવ્યા મુજબ રાપર તાલુકામાં હાલ પચાસ જેટલા ગામોમાં મનરેગા યોજના હેઠળ જુદા જુદા કામો ચાલી રહ્યા છે જેમાં તળાવ સામાજીક વનીકરણ ખાનગી બંધપાડા. ડો. આંબેડકર આવાસ યોજના માર્ગ રસ્તા સહિત ના કામો ચાલી રહયા છે જેમાં એક માનવ દિન ને દરરોજ બસો ચોવીસ રુપિયા આપવામાં આવે છે આમ રાપર તાલુકામાં મનરેગા યોજના હેઠળ રાપર તાલુકા મા કોરોના ના કાળ મા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને રોજગારી મળી રહે છે અને હજું પણ આગામી સમયમાં વધુ ગામોમાં મનરેગા યોજના હેઠળ ના કરી કામો શરૂ કરવા મા આવશે આમ વાગડ વિસ્તારમાં કોરોના સમય મા રોજગારી મળે તે માટે જિલ્લા પંચાયત અને રાપર તાલુકા પંચાયત કચેરી કટીબદ્ધ રહી છે.