ધોરણ 12 ની બોર્ડ પરીક્ષા ૧ લી જુલાઈથી લેવાશે

કોરોના મહામારી વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના ૬.૮૩ લાખ છાત્રોની ઉત્કંઠાનો અંત: રાબેતા મુજબની પદ્ધતિ એ જ લેવાશે પરીક્ષા શિક્ષણ મંત્રી એ કરી જાહેરાત.ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે આ વર્ષે પરીક્ષાનું આયોજન કઈ રીતે કરવું એને લઇ ના મુખ્ય પ્રધાનના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં ધોરણ 12 ની પરીક્ષા પહેલી જુલાઈ લેવામાં આવશે એવું નિર્ણય લેવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં ૧,૪૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહમાં અને ૫,૪૩,૦૦૦ ગુજરાતીઓ સામાન્ય પ્રવાહના મળી કુલ, ૬,૮૩,૦૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તો દરેક પરીક્ષા ખંડમાં 20 વિદ્યાર્થીઓ બેસાડવામાં આવશે.પેપર રાબેતામુજબ 3 કલાક નું જ રહેશે. તેમજ જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોરોના સંક્રમણ ને લીધે ગેરહાજર રહેશે તેવા વિદ્યાર્થીઓની 25 દિવસ બાદ નવેસરથી પરીક્ષા લેવામાં આવશે. તો વધુમાં ધોરણ 10ના રીપીટર વિદ્યાર્થીઓની પણ આજ રીતે પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થી ઓ સોશીયલ ડીસટનસ જાળવે તેમજ માસકનો ફરજિયાત ઉપયોગ કરે તેમજ પરીક્ષા કેન્દ્રો ઉપર પણ સેનેટાઈઝર, થર્મલ ગન શહીદ ની કોરોના સંક્રમણ નિયંત્રણ ની ગાઈડલાઈન નું પાલન થાય તે પણ શિક્ષણ વિભાગ સુનિશ્ચિત કરશે. તેમજ પરિક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવશે.