અંજાર-મુન્દ્રા હાઇવે પર ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી આવતી ટ્રક સાથે અકસ્માત થયું હતું. જેમાં કેબિનમાં દબાઈ જવાના કારણે એકનું મૃત્યુ થયું હતું

.

બીજી તરફ અંજાર-આદિપુર હાઇવે પર ઉભેલા વાહનમાં બાઇક ચાલકે અકસ્માત કરતા એક ઇજાગ્રસ્ત થયો હતો.આ અંગે અંજાર પોલીસ મથકેથી ગાંધીધામમાં રહી ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા શક્તિસિંહ ભરતસિંહ ગોહિલની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ ફરિયાદીની ટ્રકનો ડ્રાઇવર મોરબીથી મુન્દ્રા જઈ રહ્યો હતો ત્યારે અંજારના અશાબા વેબ્રિજ પાસેના પુલિયા પર પહોંચતા આગળ ચાલતી ટ્રકના ડ્રાઇવરે અચાનક જમણી બાજુ વળાંક વારી બ્રેક મારી દેતા ફરિયાદીની ટ્રકનો અકસ્માત થયો હતો. જેથી આ ટ્રકનો ચાલક મૂળ પંજાબનો 28 વર્ષીય વિક્રમજીતસિંહ સિંગારસિંહ શીખનું કેબિનમાં દબાઈ જવાના કારણે મૃત્યુ થયું હતું. તો બીજી તરફ વિજયનગર અંજારમાં રહેતા 30 વર્ષીય વિજયસિંહ નારૂભા જાડેજાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ અંજાર-આદિપુર રોડ પર એવીએટર મારફતે જતા હતા ત્યારે ફોન આવતા સાઈડમાં ઉભા રહી વાત કરતા હતા ત્યારે પાછળથી વરલી ગામે રહેતા શંભુભાઈ આહિરે બાઇક મારફતે આવી અકસ્માત કર્યો હતો. જેમાં ફરિયાદીને ફ્રેક્ચર સહિતની ઈજાઓ થતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ બંને ફરિયાદો અંતર્ગત પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ બાય : હીનલ જોષી